Breaking News
.
Ravi Purti
  • Sunday
  • March 22, 2015

Ravi Purti Top Story

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

March 22 at 2:00am

સુંદરમ્ અને ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાનાં ફેફસાં છે... ગુજરાતી કવિતા એ ફેફસાંમાંથી જ શ્વાસ લે છે... જીવનના હકારની આ કવિતા આપણી આસપાસ કૃષ્ણને શોધવાની કવિતા નથી...! શોધવાની મથામણમાં કૃષ્ણને અનુભવવાની કવિતા છે. આપણા શરીરને પણ વાંસળીની જેમ જ કાણાં છે. શરીર
ઝાકળઝંઝા - પરાજિત પટેલ

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

March 22 at 2:00am

'સાંભળ, ગુલાબ ! બોરસલ્લી મારું ખોવાઈ ગયેલું સત્ય છે... !' સ્વમાને શરૃઆત કરી. જેમ જેમ બોલતા ગયા, તેમ તેમ એમનો અવાજ ભીનાશથી વીંટળાતો ગયો ! મને લાગ્યું કે સ્વમાન પટેલના અસ્તિત્વમાં ચોમાસું બેસી ગયું છે ! બોરસલ્લી ! બોરસલ્લી !! બોરસલ્લી !!! આ નામ મારી જિજ્ઞાાસાની વીણાને ઝંકૃત કરી નાખતું હતું છતાં ક્યાંક પડેલું 'સત્ય' પ્રાગટયની ક્ષણને
કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

March 22 at 2:00am

લક્ષણ અને વિચક્ષણના દાદા ખૂબ મોટી સંપત્તિ મૂકીને અવસાન પામ્યા હતા. તેઓ હયાત હતા, ત્યાં સુધી તો લક્ષણના પપ્પા વિલાસરાય અને વિચક્ષણના પપ્પા વૈકુંઠરાય સંપથી જીવતા હતા. દાદા શ્રીમંતરાય અનુશાસનના ભારે આગ્રહી. 'ત્રેવડ ત્રીજો ભાઇ' એ એમનો જીવનમંત્ર. દીકરાઓ, પૌત્રો, અને
સાઈન ઈન - હર્ષ મેસવાણિયા

સાઈન ઈન - હર્ષ મેસવાણિયા

March 22 at 2:00am

'અમારે સારવારની કે દવાઓની જરૃર નથી, પાણીની જરૃર છે? તું પાણી આપી શકીશ' કેટલાય દિવસથી ગામમાં આયુર્વેદિક દવાઓનું વિતરણ કરી રહેલા યુવાનને આજે તેમણે સીધું જ પૂછી લીધું હતું. 'કાકા હું તો શિક્ષણ અને સારવાર માટે કામ કરું છું, પાણી તો કઈ રીતે આપી શકું?' પચ્ચીસ-છવ્વીસ
સમયાંતર - લલિત ખંભાયતા

સમયાંતર - લલિત ખંભાયતા

March 22 at 2:00am

આખી દુનિયામાં પગથિયાવાળા કૂવા એટલે કે વાવની પદ્ધતિ માત્ર ભારતમાં અને એમાંય ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન પુરતી મર્યાદિત છે. પાણીની દૃષ્ટિએ પછાત આ રાજ્યોને વાવની જરૃર હતી અને કદાચ આજે પણ છે. વળી આ બન્ને રાજ્યો પ્રાચીનકાળથી વેપાર-વાણિજ્ય સાથે સંકળાયેલા હતાં. લોકો
પાણીની પાણીદાર ફેક્ટ્સ

પાણીની પાણીદાર ફેક્ટ્સ

March 22 at 2:00am

* વિશ્વમાં દર ૯માંથી ૧ વ્યક્તિને શુદ્ધ પાણી મળતું નથી. અને એટલે જ ડાયેરીયા જેવા પાણીજન્ય રોગોથી વિશ્વમાં વર્ષે સાડા આઠ લાખ લોકો મૃત્યુ પામતા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે. વિશ્વમાં જેટલુ પાણી છે, તેમાંથી ૧ ટકા જેટલુ જ પીવા લાયક છે.
કટાક્ષ કથા

કટાક્ષ કથા

March 22 at 2:00am

શાકભાજીની લારીવાળો, શાક વેચવા માટે મુખ્ય રસ્તા પરથી પસાર થાય ત્યારે રઝળતા કૂતરા માટે લારીમાંથી ટામેટાં ફેંકે. આખે રસ્તે એ ટામેટાં ફેંકતો જાય. કૂતરાને પણ ટેવ પડી ગઈ હતી કે એના આવવાનો સમય થાય એટલે ટામેટાંની રાહ જોતાં રસ્તા પર ઊભા રહી જાય અને શાકભાજીની લારી આવે એટલે પૂંછડી પટપટાવતા લારીની સાથે સાથે દોડે.
થોડામાં ઘણું - દિલીપ શાહ

થોડામાં ઘણું - દિલીપ શાહ

March 22 at 2:00am

પરિવર્તન એ કુદરતી ક્રમ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે રાત-દિવસ સંતાકૂકડી રમતાં રહે છે. જુદી જુદી ઋતુઓ આપણને વાનગી, પોશાક અને તહેવારોના ત્રિભેટે મળી ''ભલે પધાર્યા''ના હૂંફાળા અભિવાદન કરતી રહે છે. જન્મ-મરણ, સુખ-દુઃખ, મિલન-વિયોગ જિંદગીમાં પરિવર્તનનું
સ્પાર્ક - વત્સલ વસાણી

સ્પાર્ક - વત્સલ વસાણી

March 22 at 2:00am

ધર્મના જગતમાં જે વ્યક્તિ પ્રવેશવા કે આગળ વધવા માગે છે તેણે વિરાટ સાથે સંબંધ વધારવો અને દ્રઢ કરવો પડે છે. પોતાની નાનકડી સીમા, પોતાના આગ્રહો, પોતાની સાંકડી સમજ... આ બધાને છોડી વિરાટ સાથે તાલ મિલાવીને જીવવાનું શરૃ કરવું જોઈએ.
વર્લ્ડકપમાં કયો સુકાની શ્રેષ્ઠ?

વર્લ્ડકપમાં કયો સુકાની શ્રેષ્ઠ?

March 22 at 2:00am

વિશ્વકપમાં ભારતીય ટીમની વિજયકૂચે અનેક વિક્રમો ધ્વસ્ત કર્યા છે જેમાં વર્લ્ડકપમાં સતત સૌથી વધુ વિજય મેળવવાનો પણ સમાવેશ થાય છે. મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડકપમાં ભારતને સતત સૌથી વધુ વિજય અપાવનારો સુકાની બન્યો છે. ૨૦૦૩ના વર્લ્ડકપમાં સતત ૮ વિજય સાથે આ રેકોર્ડ સૌરવ ગાંગુલીને નામે હતો. આ સાથે જ એવી ચર્ચાએ ફરી એકવાર વેગ પકડયો છે કે ભારતીય ટીમનો ખરા અર્થમાં શ્રેષ્ઠ સુકાની કોણ? કપિલદેવ, સૌરવ ગાંગુલી કે પછી મહેન્દ્રસિંહ ધોની? આ ત્રણેય એવા સુકાની છે જેમના નેતૃત્વમાં ભારતે વર્લ્ડકપમાં શ્રે દેખાવ કર્યો છે.

Ravi Purti  News for Mar, 2015